Search Result

SEARCH FOR MORE....

તાપીમાં પક્ષીઓનો શિકાર પકડાયો

ઝેરી ભમરા આપી લાખો દેશી-વિદેશી પક્ષીઓને ઉતારાય છે મોતને ઘાટ
તાપીમાં પક્ષીઓનો શિકાર પકડાયો

- ઝેરી દવાવાળા ભમરા નદીમાં ઠાલવી પક્ષીઓને ખવડાવવામાં આવે છે
- એક વિદેશી અને ત્રણ દેશી પક્ષીઓ સહિ‌ત ચાર મૃત પક્ષીઓ અને હોડી કબજે લેવાઇ

તાપી નદીમાં ડભોલી કિનારા પર માછીમારોએ વિદેશી પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓને અટકાવતા તેઓ હોડી છોડીને નાસી છૂટયા હતા. જંગલ ખાતાએ એક વિદેશી અને ત્રણ દેશી સહિ‌ત ચાર મૃત પક્ષીઓ કબજે કર્યા હતા. સવારે ૯ વાગ્યે ડભોલી ગામના માછીમારો કોઝવેના ઉપરવાસમાં માછીમારી કરતા હતા ત્યારે એક હોડીમાં બે વ્યકિતઓ પક્ષીઓનો શિકાર કરતા નજરે પડ્યા હતા. તેમણે શિકારીઓને અટકાવતા તેઓ હોડી મૂકીને નાસી છૂટ્યા હતા.

આ અંગે પ્રયાસ સંસ્થાના કાર્યકરોએ જંગલખાતાને જાણ કરી હતી. જંગખાતાની ટીમે ૧ વિદેશી પક્ષી સ્પોબિલ ડક અને ૩ સ્થાનિક પક્ષી ગ્રે હેરોન સહિ‌ત કુલ ચાર મૃતપક્ષીઓ કબજે કર્યા હતા. પક્ષીઓના શરીર પર ઘાના નિશાન મળ્યા હતા. અજણ્યાઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- લોકોએ શિકારીઓને અટકાવતા હોડી મૂકીને નાસી છૂટ્યા

ડભોલી કિનારા પર મળી આવેલા મૃત પક્ષીઓના શરીર પર ઘાના નિશાન મળ્યા હતા

- બપોર પછી સંખ્યાંબધ મૃત પક્ષીઓ બહાર આવ્યા

સ્થાનિકોનો દાવો છે કે તેમણે સવારે ૧૮ પક્ષીઓ પકડ્યા હતા. તે પછી બપોરે ૩ વાગ્યા પછી નદીમાં મોટી સંખ્યામાં મૃત પક્ષીઓ તણાઇ આવેલા દેખાયા હતા. જંગલખાતાએ આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને શિકારીઓને પકડવા જોઇએ, તેમ સ્થાનિક યુવાન મોહન ટેલરે જણાવ્યું હતું.

- કેવી રીતે કરે છે શિકાર?

- પક્ષીઓના ઝૂંડ પર તીક્ષ્ણ હથિયાર મારે છે જેનાથી પક્ષીઓ ઘવાય છે અને કેટલીક વાર મરી પણ જાય છે
- ભમરામાં ઝેર નાંખી તેને નદીમાં નાંખે છે. આ ભમરા ખાતા જ પક્ષીઓ બેસુધ થઇ જાય છે.
- નાયલોનની દોરીના ફંદા બનાવીને પણ પક્ષીઓને ફંસાવે છે.
-divyabhaskar






No comments:

Post a Comment

Featured post

Umiya Dham Surat Temple

The Beautiful Decorated Temple Of Umiyadham  Surat Umiyadham Temple in Surat Umiyadham Temple Image Umiyadham Temple e...