Search Result

SEARCH FOR MORE....

BRTS માટે હવે બમણા કરતા વધુ મોંઘી બસની ઓફર

૩ એજન્સીઓની ઓફર મગાવી ને માત્રે બેની જ ઓફર ખોલી

બીઆરટીએસ માટે એસી બસ ભાડે લેવામાં પાલિકાએ બખડજંતર કર્યું છે. ગુરુવારે અધિકારીઓની ટેન્ડર સ્ક્રૂટિની કમિટીએ રૂ.પ૪.૯૦ પ્રતિ કિલોમીટરના દરે ૪૦ બસ ભાડે લેવાની ઓફરને શાસકો સમક્ષ મોકલવા ગ્રીન સિગ્નલ આપ્યું હતું. જોકે, આજ બસ ભાડે લેવા માટે બે વર્ષ પહેલાં માત્ર ૨૬ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ૧૦૦ બસ ભાડે લેવાનો ઠરાવ કર્યો હતો. કોન્ટ્રાક્ટ આપી દીધા પછી બે મહિ‌ના રહીને રદ્દ કરી દીધો હતો. હવે આજ પ્રકારની બસ ભાડે લેવા માટે બમણી રકમ ખર્ચવાની ફરજ પડી છે. આનેલીધે આવી હરકત માટે કોની જવાબદારી નક્કી કરવી તે માટે ભાજપ શાસકોની પરિક્ષા થાય તેમ છે.

વહીવટી તંત્રની ટેન્ડર સ્ક્રૂટિની કમિટીએ ગુરુવારે ૭૪ જેટલા કામો માટે મગાવેલા ટેન્ડર ઉપર નિર્ણયો લીધાં હતાં. તેમાં બીઆરટીએસ માટે એસી બસ ભાડે મેળવવા મગાવેલી ઓફર ઉપર પણ નિર્ણય લીધો હતો. પાલિકાના વર્તુળોનું કહેવું હતું કે, ૪૦ બસ ભાડે લેવા માટે ઓફર મગાવી હતી. તેમાં ત્રણ એજન્સીની ઓફર મળી હતી. બસ ખરીદીને ચલાવવાની અને તેના મેનેજમેન્ટ માટેની ઓફરમાં પ્રસન્ન પર્પલ સોલ્યુસન પ્રા. લિ, ચાર્ટડ લોજિસ્ટિક અને સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકની ઓફર આપી હતી. જોકે, તેમાંથી પ્રસન્ન પર્પલ સોલ્યુસન અને ચાર્ટડ લોજીસ્ટિકની ઓફર જ ખોલવામાં આવી હતી.

આ બે એજન્સીમાંથી પ્રસન્ન સોલ્યુસનની ઓફર પ૪.૯૦ રૂપિયા પ્રતિ કિમીની આવી હતી. ચાર્ટડ લોજીસ્ટિકની ઓફર પ૯.૯૪ પૈસાની આવી હતી. એટલે, પ્રસન્ન સોલ્યુસનની ઓફર લોએસ્ટ જણાતા તેને સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો પાસે મંજૂરી માટે મોકલવાનું નક્કી કરાયું હતું. આ બસ શરૂ આપવા એજન્સીને વર્કઓર્ડર આપ્યાં બાદ ૯૦ દિવસનો સમય અપાશે. તેમાં પહેલા તબક્કામાં ૨૦ બસ અને બીજા તબક્કામાં ૨૦ બસ મૂકવી પડશે.

- ઓફર નહીં ખોલવા માટે પડદા પાછળ રંધાયું?

બીઆરટીએસ માટે બસ ચલાવવા માટે નવમા પ્રયાસે ત્રણ એજન્સીઓની ઓફર આવી હતી. પ્રસન્ન સોલ્યુસન અને ચાર્ટડ લોજીસ્ટિકની ઓફરને ખોલી હતી. સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકની ઓફર ખોલાઈ નહતી. ટીએસસીમાં પાલિકાના બીઆરટીએસ સેલના વડા ભરત શાહનું કહેવું હતું કે, આ એજન્સી ટેકનિકલ બીડમાં ક્વોલિફાય નથી થઈ. એટલે તેમની ઓફર ખોલાઈ નથી. જોકે, પાલિકાના વર્તુળોનું કહેવું છે કે, અગાઉના આઠ પ્રયાસો વખતે આજ એજન્સીએ ઓફર આપી હતી, ત્યારે તેમની ઓફર ખોલાઈ હતી. ત્યારે તે ટેકનિકલ બીડમાં ક્વોલિફાય થઈ હતી તો આ વખતે કેમ નહીં કરાઈ?

- બે વર્ષ પહેલાં આપેલા કોન્ટ્રાક્ટમાં શું થયું હતું

૨૪મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે સ્થાયી સમિતિમાં કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો હતો. તેમાં અમદાવાદની ચાર્ટડ લોજિસ્ટિકને ૨૬ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ૧૦૦ એ.સી. બસ ચલાવવાનું અને મેઇન્ટેનન્સ કરવા માટે કામ સોંપ્યુ હતું. તેમાં વર્ષે ૧૨ કરોડનો ખર્ચ થાય તેવી સ્થિતિ હતી. ૧૨૦ દિવસમાં બસ ચાલુ કરવાની મુદ્દત આપી હતી. જોકે, શરતો નક્કી કરવામાં લોચા લાગતા કોન્ટ્રાક્ટરને 'ભાઈબાપા’ કરવાની નોબત આવી હતી. આ મુદ્દે સ્થાયી સમિતિમાં વિપક્ષના સભ્યે પણ ભાજપશાસકોને આડેહાથ લીધા હતાં. જે બીઆરટીએસ પ્રોજેક્ટ માટે બસ ભાડે લેવાનું નક્કી કરાયું હતું તેના રસ્તાના ઠેકાણા નહતાં.

- સ્થાયી સમિતિમાં ભાજપ શાસકોની કસોટી

વહીવટી તંત્રે ત્રણમાંથી બે એજન્સીની ઓફર ખોલીને તેમાં લોએસ્ટ જણાયેલી ઓફરને સ્થાયી સમિતિ સમક્ષ મોકલવાનું નક્કી કર્યું છે. જોકે, ત્રીજી ઓફર શા માટે નહીં ખોલાય? બે વર્ષ પહેલાં એક વખત કોન્ટ્રાક્ટ આપ્યા પછી તેને રદ્દ કરવો પડ્યો, તેના કારણે હવે બમણો ખર્ચ કરવાની ફરજ પડે તેમ છે. આવી બેદરકારી માટે જવાબદારી નક્કી કરવી કે કેમ? તે હવે સ્થાયી સમિતિ નક્કી કરશે. એટલે, આ મુદ્દે હવે શાસકોની કસોટી થાય તેમ છે.

- હવે બમણાં ખર્ચ માટે જવાબદાર કોણ?

બે વર્ષ પહેલાં જેટલાં રૂપિયામાં બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તેનાથી લગભગ બમણાં ભાવે કોન્ટ્રાક્ટ આપવા માટેની તૈયારી કરાઈ છે. તેમાં પણ પડદા પાછળ ખેલ થયો હોવાની ગંધ આવી રહી છે. તો તેને ઉઘાડી પાડવાની સાથે આ બમણાં ખર્ચ માટેની જવાબદારી કોની? તે હવે ભાજપ શાસકોએ નક્કી કરવું પડશે’.
- બાબુ રાયકા, નેતા વિરોધપક્ષ, પાલિકા
-divyabhaskar





No comments:

Post a Comment

Featured post

Umiya Dham Surat Temple

The Beautiful Decorated Temple Of Umiyadham  Surat Umiyadham Temple in Surat Umiyadham Temple Image Umiyadham Temple e...