Search Result

SEARCH FOR MORE....

ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં અસહ્ય વધારો ઝીંક્યો



- સોમવારે મધરાતથી સુરત સહિ‌ત દક્ષિણ ગુજરાતમાં સીએનજીના રૂ. પ૧.૯પથી વધીને રૂ. પ૬.૩૦ થઇ જશે

- મે ૨૦૧૧થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીના સમયગાળામાં સીએનજીના ભાવમાં રૂ. ૨૦.૮૦નો વધારો ઝીંકાતા વાહન ચાલકો પરેશાન

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગેસ પુરવઠો પુરો પાડવામાં મોટો હિ‌સ્સો ધરાવતી ગુજરાત ગેસ કંપની દ્વારા તેના સીએનજી ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. સોમવારે મધરાતથી ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ પર મળતા ગેસના ભાવમાં રૂપિયા ૪.૩પનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા છેલ્લે જુન માસમાં ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં સીએનજી સપ્લાય કરતા અદાણી અને જીએસપીસી દ્વારા કરાયેલા ભાવ વધારાનો રોષ શાંત થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સીએનજીનો સપ્લાય કરનાર ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.૪.૩પનો વધારો જાહેર કરી દીધો છે. આ ભાવ વધારાને કારણે સોમવારે મધરાત બાદથી સુરત સહિ‌ત દક્ષિણ ગુજરાતમાં સીએનજીના નવા ભાવ રૂ. પ૧.૯પથી વધીને રૂપિયા પ૬.૩૦ થઇ જશે. આ ભાવ વધારા પાછળનું કારણ કંપનીને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી એલએનજીની ખરીદી કરવી પડતી હોવાનું જણાવાઈ રહ્યુ છે.

- સુરતના ૨.પ૦ લાખ સીએનજી વાહન ચાલકો પર રોજના ૧૦.૮૭ લાખનો વધારાનો બોજ

ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીમાં કરવામાં આવેલા ભાવ વધારાની સીધી અસર ૮પ હજારથી વધારે રિક્ષા ચાલકો સહિ‌ત ૧.૩પ લાખ જેટલા સીએનજી વપરાશ કરતા કાર ચાલકો ઉપર દર રોજના રૂપિયા ૧૦. ૮૭ લાખનો વધારાનો બોજ આવી પડ્યો છે અને આ વધારાની વિપરીત અસર સામાન્ય રિક્ષા ચાલકો અને મુસાફરો ઉપર વિશેષ જોવા મળશે.


No comments:

Post a Comment

Featured post

Umiya Dham Surat Temple

The Beautiful Decorated Temple Of Umiyadham  Surat Umiyadham Temple in Surat Umiyadham Temple Image Umiyadham Temple e...