Search Result

SEARCH FOR MORE....

૨૦ લાખ રૂદ્રાક્ષના સવા ૩૧ ફૂટના શિવલિંગ

No comments:





સુરતમાં મહાશિવરાત્રી નિમિતે સવા ૩૧ ફૂટનું શિવલિંગ રૂદ્રાક્ષમાંથી બનાવવામાં આવી રહ્યું છે. જે માટે ૬ તારીખથી જ શિવલિંગ બનાવવાનું ચાલુ કરી દેવાયું છે. પ માર્ચથી ૧૧ માર્ચ સુધી આ શિવલિંગ, ૧૧ કુંડી યક્ષ જનતાનાં દર્શન માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. આ શિવલિંગ બનાવવા માટે ૨૦ લાખ રૂદ્રાક્ષનો ઉપયોગ થવાનો છે.

સુરતમાં મહાશિવરાત્રી ઉત્સવ સમિતિએ ૨૦ લાખ રૂદ્રાક્ષનાં પ્રયોગથી સવા ૩૧ ફુટનું શિવલિંગ બનાવવાનું કાર્ય પ ફેબ્રુઆરીથી જ શરૂ કરી દીધું છે. સમિતિએ પ માર્ચથી ૧૧ માર્ચ સુધીનો એક કાર્યક્રમ બનાવ્યો છે. જેમાં પ માર્ચે રીયા પાર્ટી પ્લોટથી નાવડી ઓવારા સુધી ૧પ૦૦ કાવડોની કાવડ યાત્રા નીકળશે. ઉપરાંત અન્ય દિવસોમાં ૧૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ અને મહારૂદ્રી યજ્ઞનું આયોજન કરાયું છે. ઉપરાંત પથી ૧૧ માર્ચ દરમિયાન રોજ સાંજે શિવપુરાણની કથાનું આયોજન કરાયું છે.
Read More

ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં અસહ્ય વધારો ઝીંક્યો

No comments:


- સોમવારે મધરાતથી સુરત સહિ‌ત દક્ષિણ ગુજરાતમાં સીએનજીના રૂ. પ૧.૯પથી વધીને રૂ. પ૬.૩૦ થઇ જશે

- મે ૨૦૧૧થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીના સમયગાળામાં સીએનજીના ભાવમાં રૂ. ૨૦.૮૦નો વધારો ઝીંકાતા વાહન ચાલકો પરેશાન

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગેસ પુરવઠો પુરો પાડવામાં મોટો હિ‌સ્સો ધરાવતી ગુજરાત ગેસ કંપની દ્વારા તેના સીએનજી ગ્રાહકો પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. સોમવારે મધરાતથી ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ પર મળતા ગેસના ભાવમાં રૂપિયા ૪.૩પનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા છેલ્લે જુન માસમાં ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં સીએનજી સપ્લાય કરતા અદાણી અને જીએસપીસી દ્વારા કરાયેલા ભાવ વધારાનો રોષ શાંત થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સીએનજીનો સપ્લાય કરનાર ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.૪.૩પનો વધારો જાહેર કરી દીધો છે. આ ભાવ વધારાને કારણે સોમવારે મધરાત બાદથી સુરત સહિ‌ત દક્ષિણ ગુજરાતમાં સીએનજીના નવા ભાવ રૂ. પ૧.૯પથી વધીને રૂપિયા પ૬.૩૦ થઇ જશે. આ ભાવ વધારા પાછળનું કારણ કંપનીને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી એલએનજીની ખરીદી કરવી પડતી હોવાનું જણાવાઈ રહ્યુ છે.

- સુરતના ૨.પ૦ લાખ સીએનજી વાહન ચાલકો પર રોજના ૧૦.૮૭ લાખનો વધારાનો બોજ

ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીમાં કરવામાં આવેલા ભાવ વધારાની સીધી અસર ૮પ હજારથી વધારે રિક્ષા ચાલકો સહિ‌ત ૧.૩પ લાખ જેટલા સીએનજી વપરાશ કરતા કાર ચાલકો ઉપર દર રોજના રૂપિયા ૧૦. ૮૭ લાખનો વધારાનો બોજ આવી પડ્યો છે અને આ વધારાની વિપરીત અસર સામાન્ય રિક્ષા ચાલકો અને મુસાફરો ઉપર વિશેષ જોવા મળશે.


Read More

BRTS માટે હવે બમણા કરતા વધુ મોંઘી બસની ઓફર

No comments:
૩ એજન્સીઓની ઓફર મગાવી ને માત્રે બેની જ ઓફર ખોલી

બીઆરટીએસ માટે એસી બસ ભાડે લેવામાં પાલિકાએ બખડજંતર કર્યું છે. ગુરુવારે અધિકારીઓની ટેન્ડર સ્ક્રૂટિની કમિટીએ રૂ.પ૪.૯૦ પ્રતિ કિલોમીટરના દરે ૪૦ બસ ભાડે લેવાની ઓફરને શાસકો સમક્ષ મોકલવા ગ્રીન સિગ્નલ આપ્યું હતું. જોકે, આજ બસ ભાડે લેવા માટે બે વર્ષ પહેલાં માત્ર ૨૬ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ૧૦૦ બસ ભાડે લેવાનો ઠરાવ કર્યો હતો. કોન્ટ્રાક્ટ આપી દીધા પછી બે મહિ‌ના રહીને રદ્દ કરી દીધો હતો. હવે આજ પ્રકારની બસ ભાડે લેવા માટે બમણી રકમ ખર્ચવાની ફરજ પડી છે. આનેલીધે આવી હરકત માટે કોની જવાબદારી નક્કી કરવી તે માટે ભાજપ શાસકોની પરિક્ષા થાય તેમ છે.

વહીવટી તંત્રની ટેન્ડર સ્ક્રૂટિની કમિટીએ ગુરુવારે ૭૪ જેટલા કામો માટે મગાવેલા ટેન્ડર ઉપર નિર્ણયો લીધાં હતાં. તેમાં બીઆરટીએસ માટે એસી બસ ભાડે મેળવવા મગાવેલી ઓફર ઉપર પણ નિર્ણય લીધો હતો. પાલિકાના વર્તુળોનું કહેવું હતું કે, ૪૦ બસ ભાડે લેવા માટે ઓફર મગાવી હતી. તેમાં ત્રણ એજન્સીની ઓફર મળી હતી. બસ ખરીદીને ચલાવવાની અને તેના મેનેજમેન્ટ માટેની ઓફરમાં પ્રસન્ન પર્પલ સોલ્યુસન પ્રા. લિ, ચાર્ટડ લોજિસ્ટિક અને સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકની ઓફર આપી હતી. જોકે, તેમાંથી પ્રસન્ન પર્પલ સોલ્યુસન અને ચાર્ટડ લોજીસ્ટિકની ઓફર જ ખોલવામાં આવી હતી.

આ બે એજન્સીમાંથી પ્રસન્ન સોલ્યુસનની ઓફર પ૪.૯૦ રૂપિયા પ્રતિ કિમીની આવી હતી. ચાર્ટડ લોજીસ્ટિકની ઓફર પ૯.૯૪ પૈસાની આવી હતી. એટલે, પ્રસન્ન સોલ્યુસનની ઓફર લોએસ્ટ જણાતા તેને સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો પાસે મંજૂરી માટે મોકલવાનું નક્કી કરાયું હતું. આ બસ શરૂ આપવા એજન્સીને વર્કઓર્ડર આપ્યાં બાદ ૯૦ દિવસનો સમય અપાશે. તેમાં પહેલા તબક્કામાં ૨૦ બસ અને બીજા તબક્કામાં ૨૦ બસ મૂકવી પડશે.

- ઓફર નહીં ખોલવા માટે પડદા પાછળ રંધાયું?

બીઆરટીએસ માટે બસ ચલાવવા માટે નવમા પ્રયાસે ત્રણ એજન્સીઓની ઓફર આવી હતી. પ્રસન્ન સોલ્યુસન અને ચાર્ટડ લોજીસ્ટિકની ઓફરને ખોલી હતી. સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકની ઓફર ખોલાઈ નહતી. ટીએસસીમાં પાલિકાના બીઆરટીએસ સેલના વડા ભરત શાહનું કહેવું હતું કે, આ એજન્સી ટેકનિકલ બીડમાં ક્વોલિફાય નથી થઈ. એટલે તેમની ઓફર ખોલાઈ નથી. જોકે, પાલિકાના વર્તુળોનું કહેવું છે કે, અગાઉના આઠ પ્રયાસો વખતે આજ એજન્સીએ ઓફર આપી હતી, ત્યારે તેમની ઓફર ખોલાઈ હતી. ત્યારે તે ટેકનિકલ બીડમાં ક્વોલિફાય થઈ હતી તો આ વખતે કેમ નહીં કરાઈ?

- બે વર્ષ પહેલાં આપેલા કોન્ટ્રાક્ટમાં શું થયું હતું

૨૪મી જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે સ્થાયી સમિતિમાં કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો હતો. તેમાં અમદાવાદની ચાર્ટડ લોજિસ્ટિકને ૨૬ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ૧૦૦ એ.સી. બસ ચલાવવાનું અને મેઇન્ટેનન્સ કરવા માટે કામ સોંપ્યુ હતું. તેમાં વર્ષે ૧૨ કરોડનો ખર્ચ થાય તેવી સ્થિતિ હતી. ૧૨૦ દિવસમાં બસ ચાલુ કરવાની મુદ્દત આપી હતી. જોકે, શરતો નક્કી કરવામાં લોચા લાગતા કોન્ટ્રાક્ટરને 'ભાઈબાપા’ કરવાની નોબત આવી હતી. આ મુદ્દે સ્થાયી સમિતિમાં વિપક્ષના સભ્યે પણ ભાજપશાસકોને આડેહાથ લીધા હતાં. જે બીઆરટીએસ પ્રોજેક્ટ માટે બસ ભાડે લેવાનું નક્કી કરાયું હતું તેના રસ્તાના ઠેકાણા નહતાં.

- સ્થાયી સમિતિમાં ભાજપ શાસકોની કસોટી

વહીવટી તંત્રે ત્રણમાંથી બે એજન્સીની ઓફર ખોલીને તેમાં લોએસ્ટ જણાયેલી ઓફરને સ્થાયી સમિતિ સમક્ષ મોકલવાનું નક્કી કર્યું છે. જોકે, ત્રીજી ઓફર શા માટે નહીં ખોલાય? બે વર્ષ પહેલાં એક વખત કોન્ટ્રાક્ટ આપ્યા પછી તેને રદ્દ કરવો પડ્યો, તેના કારણે હવે બમણો ખર્ચ કરવાની ફરજ પડે તેમ છે. આવી બેદરકારી માટે જવાબદારી નક્કી કરવી કે કેમ? તે હવે સ્થાયી સમિતિ નક્કી કરશે. એટલે, આ મુદ્દે હવે શાસકોની કસોટી થાય તેમ છે.

- હવે બમણાં ખર્ચ માટે જવાબદાર કોણ?

બે વર્ષ પહેલાં જેટલાં રૂપિયામાં બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તેનાથી લગભગ બમણાં ભાવે કોન્ટ્રાક્ટ આપવા માટેની તૈયારી કરાઈ છે. તેમાં પણ પડદા પાછળ ખેલ થયો હોવાની ગંધ આવી રહી છે. તો તેને ઉઘાડી પાડવાની સાથે આ બમણાં ખર્ચ માટેની જવાબદારી કોની? તે હવે ભાજપ શાસકોએ નક્કી કરવું પડશે’.
- બાબુ રાયકા, નેતા વિરોધપક્ષ, પાલિકા
-divyabhaskar





Read More

તાપીમાં પક્ષીઓનો શિકાર પકડાયો

No comments:
ઝેરી ભમરા આપી લાખો દેશી-વિદેશી પક્ષીઓને ઉતારાય છે મોતને ઘાટ
તાપીમાં પક્ષીઓનો શિકાર પકડાયો

- ઝેરી દવાવાળા ભમરા નદીમાં ઠાલવી પક્ષીઓને ખવડાવવામાં આવે છે
- એક વિદેશી અને ત્રણ દેશી પક્ષીઓ સહિ‌ત ચાર મૃત પક્ષીઓ અને હોડી કબજે લેવાઇ

તાપી નદીમાં ડભોલી કિનારા પર માછીમારોએ વિદેશી પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓને અટકાવતા તેઓ હોડી છોડીને નાસી છૂટયા હતા. જંગલ ખાતાએ એક વિદેશી અને ત્રણ દેશી સહિ‌ત ચાર મૃત પક્ષીઓ કબજે કર્યા હતા. સવારે ૯ વાગ્યે ડભોલી ગામના માછીમારો કોઝવેના ઉપરવાસમાં માછીમારી કરતા હતા ત્યારે એક હોડીમાં બે વ્યકિતઓ પક્ષીઓનો શિકાર કરતા નજરે પડ્યા હતા. તેમણે શિકારીઓને અટકાવતા તેઓ હોડી મૂકીને નાસી છૂટ્યા હતા.

આ અંગે પ્રયાસ સંસ્થાના કાર્યકરોએ જંગલખાતાને જાણ કરી હતી. જંગખાતાની ટીમે ૧ વિદેશી પક્ષી સ્પોબિલ ડક અને ૩ સ્થાનિક પક્ષી ગ્રે હેરોન સહિ‌ત કુલ ચાર મૃતપક્ષીઓ કબજે કર્યા હતા. પક્ષીઓના શરીર પર ઘાના નિશાન મળ્યા હતા. અજણ્યાઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- લોકોએ શિકારીઓને અટકાવતા હોડી મૂકીને નાસી છૂટ્યા

ડભોલી કિનારા પર મળી આવેલા મૃત પક્ષીઓના શરીર પર ઘાના નિશાન મળ્યા હતા

- બપોર પછી સંખ્યાંબધ મૃત પક્ષીઓ બહાર આવ્યા

સ્થાનિકોનો દાવો છે કે તેમણે સવારે ૧૮ પક્ષીઓ પકડ્યા હતા. તે પછી બપોરે ૩ વાગ્યા પછી નદીમાં મોટી સંખ્યામાં મૃત પક્ષીઓ તણાઇ આવેલા દેખાયા હતા. જંગલખાતાએ આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને શિકારીઓને પકડવા જોઇએ, તેમ સ્થાનિક યુવાન મોહન ટેલરે જણાવ્યું હતું.

- કેવી રીતે કરે છે શિકાર?

- પક્ષીઓના ઝૂંડ પર તીક્ષ્ણ હથિયાર મારે છે જેનાથી પક્ષીઓ ઘવાય છે અને કેટલીક વાર મરી પણ જાય છે
- ભમરામાં ઝેર નાંખી તેને નદીમાં નાંખે છે. આ ભમરા ખાતા જ પક્ષીઓ બેસુધ થઇ જાય છે.
- નાયલોનની દોરીના ફંદા બનાવીને પણ પક્ષીઓને ફંસાવે છે.
-divyabhaskar






Read More

Featured post

Umiya Dham Surat Temple

The Beautiful Decorated Temple Of Umiyadham  Surat Umiyadham Temple in Surat Umiyadham Temple Image Umiyadham Temple e...